Homeરાજપારડી ખાતેથી કુંવરજીભાઈ હળપતિના...

રાજપારડી ખાતેથી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે પ્રભારી મંત્રી અને આદિજાતી વિકાસ વિભાગનાં રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.રાજપાડી ચોકડી ખાતે આવેલા ભગવાન બિરસા મુંડા ના સ્ટેચ્યુ પર ફુલહાર અર્પણ કરી દર્શન કર્યા હતા.
આ પ્રસંગે કાર્યક્ર્મ અનુરૂપ જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.આ પ્રસંગે લોકોએ વિકસિત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં કલ્યાણકારી યોજનાની માહિતિ આપી લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સભાને સંબોધતા કહ્યું હતું કે જનજાતિય ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી
હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ અને દૂરદર્શી વિઝનથી ધરનું ધર કેવી રીતે સમૃદ્ધ બને અને ઘરથી ગામડું કઈ રીતે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે તેવી તમામ યોજના સરકારે અમલમાં મૂકી છેવાડા લોકો સુધી પહોંચાડી છે જેનો શ્રેય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને ફાળે જાય છે.રાજ્ય સરકારે આદિવાસી બંધુઓની દરકાર કરી બજેટમાં અંદાજિત ૩૪૧૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.જેનાથી છેવાડાના નાગરિકો સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુને વધુ મળતો થયો છે.પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પ માટે પ્રધાનમંત્રીના સાંનિધ્યમાં આપણે આગળ વધવું છે.પ્રધાનમંત્રીએ જોયેલા સ્વપ્નને ખરા અર્થમાં સાર્થક કરવા ખભેખભા મિલાવી દેશના વિકાસમાં સહભાગી બનવા વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપવું જરૂરી છે.ભારતનું અર્થતંત્ર હાલ ૫ નંબરનું છે. જેને ૨૦૪૭ સુધીમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવી ભવ્ય અને દિવ્ય વિકસિત ભારતની નેમ ચરિતાર્થ થશે.
આ પ્રસંગે, સાંસદ મનસુખભાઇ વસાવાએ બિરસા મુંડા જયંતિ નિમિત્તે બિરસા મુંડાની શહાદતને યાદ કરી બિરસા મુંડાએ આદિજાતિના વિકાસ અને ઉત્થાન માટે શિક્ષણ પર ભાર મુકી કુ- રિવજો, કુ – પ્રથા જેવી બદીઓ સમાજમાંથી દુર કરવા મુહિમ ચલાવી જનનાયક બન્યા હતા. ત્યારે હજૂ પણ સમાજમાં જોવા મળતી બદીઓ દૂર થાય તેવા પ્રયત્નો કરવા આપણે બધાએ પ્રણ લેવાં જોઈએ.તેમણે એમ પણ જણાવ્યું હતું કે મજબૂત ભારત, આત્મ નિર્ભર ભારત તરફ પ્રયાણ કરવા સરકાર હંમેશાં કટિબધ્ધ અને પ્રયત્નશીલ રહી છે.ગામે-ગામ સુધી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં ઝારખંડથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં ઝધડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ભારત સરકાર તરફથી ઉપસ્થિત ડાયરેક્ટર પ્રભારી પ્રશાંત અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજપારડી અને અન્ય ગામડાઓના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.   

- Ads -

Most Popular

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

More from Author

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ...

- Ads -

Read Now

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી રહી છેઃ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સુરતઃશનિવારઃ બારડોલી તાલુકાના રામપુરા ગામ ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે.જ્યારે ૩ કામદારોને રીએક્શનથી ગેસ વછુટતા થયેલી ગૂંગળામણની અસર સાથે સારવાર હેઠળ ખસેડાયા છે. વાગરા તાલુકાના દહેજ - ૨ માં વર્ષ ૨૦૧૭...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતા નાં આધારે સૈકાઓ થી ભગવાન શંકર અને વિષ્ણુ ના માનમાં અહીં પાંચ દિવસ ની જાત્રા ભરાઈ છે.શુકલર્તીથ...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યોને કોઈ તકલીફ ન પડે તે બાબત ની...

ઝઘડિયાના ફુલવાડી ગામે આરોગ્ય કેન્દ્રના નવા બનેલ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની કંપનીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા ગામોએ સીએસઆર ફંડ હેઠળ વિવિધ લોકોપયોગી કામો કરાતા હોય છે.જેમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફુલવાડી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતવાળું બની ગયેલ હોઈ તેને માટે નવા આયોજનની...

ભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનાર બે લુંટારૂઓ ગણતરીના કલાકોમાં એલસીબીના હાથે

ભરૂચ,ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાને લૂંટારોએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હતો.જે ઘટનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી બે લુંટારૂ ગુનેગારોને દબોચી લેતા ગુનામાં વપરાયેલી મોટર સાયકલ પણ ચોરીની હોવાનો ભાંડો ફૂટ્યો છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર...

જીતનગર ખાતે સરદાર પટેલ નર્મદા એનસીસી નેશનલ ટ્રેક કેમ્પનો પ્રારંભ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. ભારતના લોખંડી પુરુષ અને ભારતરત્ન તરીકે...

ભરૂચમાં પત્ની અને સાસુ-સસરાથી ત્રસ્ત ૫૩ વર્ષીય આધેડે આખરી વિડીયો બનાવ્યા બાદ કર્યો આપઘાત

ભરૂચ,પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચમાં ૫૩ વર્ષીય રીક્ષા ચાલક પતિએ વિડીયો બનાવી આઠ માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં ૫૩ વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ પત્ની આશાબેન અને બે દીકરીઓ સાથે...

ઝઘડિયાના નવા માલજીપુરા ગામની મહિલાઓનો ખરાબ રસ્તાના કારણે હલ્લાબોલ

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ પર આવેલા નવા માલજીપુરાની મહીલાઓ સહીત ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો.આ રસ્તા ઉપર મોટાપાયે કવોરી ઉદ્યોગ આવેલો હોય રોજીંદા સેંકડો વાહનો અવરજવર કરતા હોવાના કારણે રસ્તો એટલો બિસ્માર...

૨૩ થી ૩૦ નવેમ્બર સુધી ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો વન – વે જાહેર કરાયો

ભરૂચ, ભરૂચ જીલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ- ઝાડેશ્વર ચોકડીથી શુક્લતિર્થ રોડ ઉપર રહે છે. અને સામાન્ય દિવસોમાં પણ જાહેરજનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય...

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર સ્ટોપેજ આપવા સાંસદને રજુઆત

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા રેલ્વે મંત્રીને સંબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી.ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.ઓડિયા...

ઝઘડિયાના ખડોલી નજીક ઉભેલા ટ્રક ચાલકનું અન્ય હાઈવા ટ્રકે અડફેટમાં લેતા સ્થળ પરજ કરુણ મોત

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ખડોલી ગામ પાસે રોડ નજીક ઉભી રાખેલ ટ્રક નજીક ટ્રક ચાલક ઉભો હતો.ત્યારે રોડ પર પુરઝડપે આવતી એક હાઈવા ટ્રકે તેને અડફેટમાં લેતા આ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ...
error: Content is protected !!